સ્વાભિમાન ધરણામાં આજે હજારો કોંગ્રેસીઓ ઉમટશે
ઓબીસી, એસસી,એસટી સમાજના ઉપક્રમે ગાંધીનગરમાં ગુજરાતનો પ્રથમ કાર્યક્રમ
ગાંધીનગર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 20મીને બુધવારે ગાંધીનગરના સેક્ટર-6માં આવેલા સત્યાગ્રહ મેદાનમાં સ્વાભિમાન ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તેમાં ઉત્તર ગુજરાતના 7 જિલ્લામાંથી હજ્જારો કોંગ્રેસીઓ ઉમટી પડશે. આ ઉપરાંત પ્રદેશ આગેવાનો તેમજ રાજ્યના અન્ય જિલ્લામાંથી પદાધિકારીઓ પણ હાજર રહેશે.રાજ્યના ઓબીસી, એસસી અને એસટી સમાજના ઉપક્રમે ગાંધીનગરમાં યોજવામાં આવેલો આ ગુજરાતનો પ્રથમ કાર્યક્રમ છે. તેના પગલે ગાંધીનગર શહેર પોલીસ દ્વારા જબરજસ્ત બંદોબસ્તનું આયોજન કરાયુ છે.
ભીખ નહીં, અધિકાર જોઇએ, અપમાન નહીં, સ્વાભિમાન જોઇએ. તેવા સ્લોગન સાથે નવસર્જન ગુજરાતના નેજા હેઠળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એબીસી, એસસી અને એસટી સમાજને થઇ રહેલો અન્યાય અને 23 જેટલા વણઉકલ્યા પ્રશ્નો અને માગણીઓ અંગે સૌપ્રથમ ગાંધીનગરથી સ્વાભિમાન ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તે અંગે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ એવો દાવો કર્યો છે કે ઉત્તર ગુજરાતના 7 જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લના પદાધિકારીઓ સહિત અંદાજે 10 હજાર જેટલા કોંગીજનો ગાંધીનગરમાં ઉમટી પડશે.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-gujarat-first-program-in-gadhinagar-self-esteem-protest-by-congress-5227204-PHO.html