સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા કુલાપતીશ્રી જતિન સોનીને રૂબરૂ રજૂઆત
આજ રોજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા કુલાપતીશ્રી જતિન સોનીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી કે, બી.પી.એડ.નાં ૨૦૧૩-૧૪ ના વિદ્યાર્થીઓને માર્કશીટ એક વર્ષ મોડી આપવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ કરવા માટે માર્કશીટ ન હોવાથી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જયારે સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનીવર્સીટી કરોડોના ખર્ચે સ્પોર્ટ્સ સમીટ તથા મહોત્સવ યોજ્યો હતો. પરંતુ વિદ્યાર્થીઓને માર્કશીટ ન આપી શકી હતી. આવી જ સમસ્યા ૨૦૧૪-૧૫ ના વિદ્યાર્થીઓમાં થઇ છે. વિદ્યાર્થીઓ આગળનો અભ્યાસ એમ.પી.ઈ. કરવા માટે બીજી યુનીવર્સીટીમાં જવા માંગે છે, તો તેમને યુનીવર્સીટી દ્વારા માર્કશીટ આપવામાં આવી ન હતી. અને વિદ્યાર્થીઓ જયારે બીજી યુનીવર્સીટીમાં જવા માટે પી.ઈ.સી. (પ્રોવિઝનલ એલીજીબીલીટી સર્ટીફીકેટ) કઢાવવા જાય છે તો યુનીવર્સીટી દ્વારા ઓરીજીનલ માર્કશીટની માંગણી કરવામાં આવે છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note