સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ( સૌની) યોજના : 29-08-2016

સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ( સૌની) યોજના માટે ચાર લીન્ક જેમાંથી દરેક લીન્કના પેકેજ નવ આયોજન છે પણ, હકીકતમાં દરેક લીન્કના ત્રણ-ત્રણ ટેન્ડરો જ બહાર પાડવામાં આવ્યા છે. “સૌની યોજના” અન્વયે યોજના ખર્ચ ૧૦,૦૦૦ કરોડ જે માત્ર ૧૦ ટકા કામગીરી પૂર્ણ થઈ છે, ત્યારે, જે તે સમયના મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રીએ જાહેર કરેલ “સૌની યોજના” એ ચૂંટણીલક્ષી સભા હોય તે રીતે જાહેરાતો થઈ રહી છે. ભાજપ માટે ખેડૂત હંમેશા મતલક્ષી રહ્યો છે ભાજપ માટે મૂડીપતિઓ જ પ્રાથમિક્તા છે જ્યારે કોંગ્રેસ માટે ખેડૂત અને ખેતી એ પ્રાથમિક્તા છે, ત્યારે જળ વ્યવસ્થાપન અને જળ વિત્તરણમાં સંપૂર્ણ નિષ્ફળ ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ઓક્ટોબર-૨૦૧૨ માં નર્મદાનું એક મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્રને ફાળવીને તેના ૮૭ બંધોના જળાશયો ભરવા માટે રૂા. ૧૦,૦૦૦ કરોડની “સૌની યોજના” ચૂંટણી સમયે જાહેર કરી હતી. આજદિન સુધી ૩ વર્ષ પછી પણ સૌરાષ્ટ્રના નાગરિકો પીવાના પાણી અને ખેડૂતો સિંચાઈના પાણી વિના પરેશાન છે. પાણી પુરવઠા મંત્રી ૬૦૦ કરોડની પાઈપ લાઈન યોજના જાહેર કરી સૌરાષ્ટ્રના નાગરિકો સાથે ફરી એક મજાક કરી છે. ૮૭ બંધોના જળાશયો કેટલી વખત ભરવામાં આવ્યા? નર્મદાનું એક મિલિયન એકર ફીટ પાણી ક્યારે ક્યારે આપવામાં આવ્યું તે અંગે ભાજપ સરકાર શ્વેતપત્ર બહાર પાડે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Gujarati_Press_Note_29 -8-2016. Draft