“સૌની યોજના” માં મોદી સરકારની ગુજરાતને થપ્પડ. : 13 -05-2017
સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ( સૌની) યોજના માટે ચાર લીન્ક જેમાંથી દરેક લીન્કના પેકેજ નવ આયોજન છે પણ, હકીકતમાં દરેક લીન્કના ત્રણ-ત્રણ ટેન્ડરો જ બહાર પાડવામાં આવ્યા છે. “સૌની યોજના” અન્વયે યોજના ખર્ચ ૧૦,૦૦૦ કરોડ જે માત્ર ૧૦ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી તરીકે “ગુજરાતને અન્યાય” ના નામે કાગારોળ કરનાર હાલના વડાપ્રધાનશ્રીએ ગુજરાત-સૌરાષ્ટ્રના નાગરિકો માટે રૂપિયા ૬૩૯૯ કરોડની દરખાસ્તને ફગાવી દઈને મોદી સરકારે ગુજરાતને થપ્પડ મારી છે. મોદી સરકારના ગુજરાતને અન્યાયકર્તા નિર્ણય સામે આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ માટે ખેડૂત હંમેશા મતલક્ષી રહ્યો છે ભાજપ માટે મૂડીપતિઓ જ પ્રાથમિક્તા છે જ્યારે કોંગ્રેસ માટે ખેડૂત અને ખેતી એ પ્રાથમિક્તા છે, ત્યારે જળ વ્યવસ્થાપન અને જળ વિત્તરણમાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો