ગુજરાત કોંગ્રેસ આઈ. ટી. સેલ દ્વારા સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરના રોજ સોશીયલ મીડિયા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
Gujarat વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ IT સેલ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ IT સેલ દ્વારા સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં બે દિવસીય સોશીયલ મીડિયા સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજે બીજો અને અંતિમ દિવસ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઈ-મેઈલ ન્યુઝ લેટરનો શુભારંભ તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭, બપોરે 3 કલાકે કરવામાં આવશે. આ ન્યુઝ લેટર ગુજરાત ના લોકો કોંગ્રેસ પક્ષ ના કાર્યક્રમ,પ્રેસ નોટ,સંગઠનની માહિતી ઇમેલ મારફતે મેળવી શકશે તથા પોતાના પ્રશ્નો અને સૂચનો કોંગ્રેસ પક્ષના નેતાઓ સુધી પહોચાડી શકશે.
સોશિયલ મીડિયા સંવાદમાં આગામી વિધાનસભા ૨૦૧૭ની ચુંટણી માટે “નવસર્જન ગુજરાત “ની નેમ સાથે ગુજરાત કોંગ્રેસ સજ્જ થઈ રહી છે .આ કાર્યક્રમમાં આઈ.ટી. સેલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ટેકનીકલ ટ્રેનીંગ, કોંગ્રેસની વિચારધારા અને ભાજપના જુઠ્ઠાણા અને ખોખલા વિકાસને ગુજરાતની પ્રજા સુધી વધુ અસરકારક રીતે લઇ જવા અંગે નિષ્ણાંતો દ્વારા ટ્રેનીંગ આપવામાં આવી રહી છે.