સુરત શહેરની પૂનરાવર્તીત વિકાસ યોજના-૨૦૩૫માં કોઈપણ કાયદા કે અધિકાર વિના : 27-04-2022

  • ભાજપના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ કાયદાનું ઉલંઘન કરીને શહેરી સુવિધાઓમાં ૧૧૨ રીઝર્વેશન હટાવીને ૯૦ લાખ ૮૦ હજાર ચો.મી. બિલ્ડરોને પધરાવીને રૂ. ૩૦ હજાર કરોડનો લાભ કરાવી આપ્યો.
  • રૂ. ૨૭ હજાર કરોડના ભ્રષ્ટાચારનાં નાણામાંથી કેટલા કોના કિસ્સામાં ગયા, કેટલા ‘કમલમ્’ માં જમા થયા ? ધારાસભ્યોની ખરીદીમાં કેટલા વપરાયા? ભાજપ જવાબ આપે : અર્જુન મોઢવાડિયા.
  • રાજ્યની ખ્યાત નામ સંસ્થાSVNIT ના અભિપ્રાય મુજબ ‘SUDA’ એ કાયદાની કલમ-૭૮ મુજબ જાહેર હેતુઓ માટે ૨૦૧ જાહેર હેતુઓ માટે ૧,૬૬,૧૪,૪૭૬ ચો.મી. જમીન અનામત રાખી હતી. રાજ્ય સરકારને તેમાં ફેરફાર કરવાનો હક્ક ના હોવા છતાં મુખ્યમંત્રીશ્રીએ ફેરફાર કરવા એક સલાહકાર સમિતિ બનાવી.
  • મુખ્યમંત્રીશ્રીએ નીમેલ સલાહકાર સમિતિએSVNITને બદલે તેના એક પ્રોફેસરની સલાહ મેળવીને ૮૯ સુવિધાઓ માટે ૭૫,૩૫,૧૦૭ ચો.મી. રીઝર્વ રાખી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Annexure Press Note 27_4_2022

Press Note