સુરત અને તાપી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કાર્યકર્તા સંમેલન

સુરત અને તાપી જીલ્લા કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ કોંગ્રેસના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ દીપ પ્રગટાવી સંમેલનનું ઉદઘાટન કર્યું હતું. કાર્યકર્તા સંમેલનમાં પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. તુષારભાઈ ચૌધરી, તાપી જીલ્લા પંચાયતના પ્રમુખ મા. માવજીભાઈ ચૌધરી, વ્યારાના ધારાસભ્યશ્રી પુનાજી ગામીત અને માંડવીના ધારાસભ્યશ્રી આનંદભાઈ ચૌધરી તથા મોટી સંખ્યામાં કાર્યકર ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તા સંમેલનમાં પૂર્વ ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ રાઠોડ, શ્રી અનીલભાઈ પટેલ અને શ્રી મનીષભાઈ ગીલેટવાલા કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરી વિધિવત રીતે કોંગ્રેસપક્ષમાં જોડાયા હતા.