સુપ્રિમ કોર્ટની ટકોર ગુજરાત સરકાર માટે દુઃખની બાબત : અહમદ પટેલ
Gujarat માં ફૂડ સિક્યુરીટી બિલના અમલમાં નિષ્ફળ રહેલી સરકારને સુપ્રિમ કોર્ટે આજે ટકોર કરી છે. જે અંગે પ્રતિક્રિયા આપતા સાંસદ અહમદ પટેલે જણાવ્યું છે.આ ટકોર ગુજરાત માટે દુઃખની બાબત છે.તેમજ આ અંગે મુખ્યમંત્રીને સાત મહિના પૂર્વે પત્ર લખ્યો હતો. પરંતુ તેના જવાબ અને અમલ માટે સરકાર ગંભીર નથી.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો લાગુ કરવામાં નિષ્ફળ રહેવા પર ગુજરાત સરકારની ખુબ જ ટીકા કરી હતી. કોર્ટે પૂછ્યું કે શું ગુજરાત સરકાર ભારતથી જુદી છે. શું ગુજરાતએ કોઈ બીજું રાજ્ય છે ? શું સાંસદનો કાયદો ગુજરાત પર લાગુ નથી થતો ? શું દેશના કોઈ રાજ્ય એ કહી શકે છે કે સાંસદનો કાયદો તેઓ માની નહિ શકે ? શું આને અમલ કરવામાં મુશ્કેલી પડે છે ?
http://www.vishvagujarat.com/supreme-court-intimation-gujarat-very-sad-ahmed-patel/