સાહિત્ય જગતના સર્વોચ્ચ માનસન્માન જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ડૉ. રઘુવીરભાઈ ચૌધરીને હાર્દિક અભિનંદન.. : 29-12-2015
સાહિત્ય જગતના સર્વોચ્ચ માનસન્માન જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ડૉ. રઘુવીરભાઈ ચૌધરીને હાર્દિક અભિનંદન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાએ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ડૉ. રઘુવીરભાઈને મળતાં દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધ્યું છે. ડૉ. રઘુવીરભાઈ નિરંતર સાહિત્યિક પ્રવૃત્તિને લીધે ગુજરાતની અસ્મિતા કાયમ બની છે. તેમના સાહિત્ય સર્જનને લીધે નવી પેઢીને પ્રેરણાં સાંપડી છે. કેમકે તેમના સાહિત્ય સર્જનમાં સામાજિક નિસબત જોવા મળે છે અને માનવીય લાગણીઓનું પ્રતિબિંબ પડે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો