સાવલી તાલુકા કોંગ્રેસ સંમેલન

સાવલી ખાતે યોજાયેલ કોંગ્રેસના સંમેલનમાં પ્રદેશ આગેવાન શંકરસિંહ વાઘેલાની હાજરીમાં ભાજપમાંથી અલગ ચોકો રચનાર સરદાર પટેલ જુથ અને સાવલી તાલુકા ભાજપના પ્રમુખ સહિત 300 જેટલા ભાજપના કાર્યકરો સરપંચો તેમજ વાઘોડિયા અને વડોદરા ગ્રામ્યના ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાતાં ભાજપમાં ચૂંટણી ટાણે જ ભુકંપ સર્જાયો હતો. સમેલનમાં પાટીદાર અનામત આંદોલનના એસપીજી ગ્રુપના સાવલીના કાર્યકરો પણ જોડાયાં હતાં.