“સાયબર મીટ” કાર્યક્રમનું નિમંત્રણ : 12 -05-2017
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આઈ.ટી. સેલ દ્વારા તા. ૧૪/૫/૨૦૧૭ ને રવિવારે બપોરે ૨-૦૦ કલાકે, ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને “સાયબર મીટ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને વરિષ્ઠ નેતા શ્રી અહમદભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે તેમજ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો સોશ્યલ મીડીયા દ્વારા રાજકીય હકીકતો પ્રજા સુધી પહોંચે તે માટે માર્ગદર્શન આપશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો