સામાન્‍ય વર્ગ સામે ભ્રમ જાળ ઉભી કરવાનો પ્રયાસ કરાયો : વાઘેલા

ગુજરાત રાજયનું વર્ષ ૨૦૧૬-૧૭નું બજેટ રજુ થયું હતુ. ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાધેલા અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન અને પૂર્વ વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાધેલા અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન અને પૂર્વ વિરોધપક્ષના નેતા શક્‍તિસિંહ ગોહિલે સંયુક્‍ત પત્રકાર પરિષદમાં બજેટ ઉપર પ્રત્‍યાધાતો આપ્‍યા હતા. બજેટ ઉપર પ્રત્‍યાધાત આપતા શંકરસિંહ વાધેલાએ જણાવ્‍યું હતું કે, ભાજપ સરકાર સંતાકુકડી રમાડતી હોય તેવું બજેટ રજુ કરેલ છે. વર્ષ ૨૦૧૫-૧૬ના બજેટમાં જે રીતે ભ્રામક જાહેરાતો કરવામાં આવી હતી. તે બાબતો જ આ બજેટમાં ફરીફરીને દોહરાવવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ સરકાર દ્વારા રજુ થયેલ બજેટો એ રાજયના સામાન્‍ય અને મધ્‍યવર્ગ સામે ભ્રમજળ ઉભી કરવાનો એક પ્રયત્‍ન છે. શંકરસિંહ વાધેલાએ જણાવ્‍યું હતું કે, ગુજરાત શિક્ષણ અને આરોગ્‍ય ક્ષેત્રે પાછળ ધકેલાઈ ગયું છે. રાજયમાં શિક્ષણ અતિ મોધુ અને આરોગ્‍ય સેવાઓ પડી ભાગી છે. આ બજેટમાં ઈન્‍દુચાચાની સ્‍મળતિના નામે વર્ષ ૨૦૧૬-૧૭માં યુવા વિકાસ વર્ષની જાહેરાત કરવાની વાત કરનાર ભાજપના શાસનમાં સૌથી વધુ યુવાનો શિક્ષણ અને રોજગારીથી વંચિત છે. યુવાનોને શિક્ષણ અને રોજગારીની ભ્રામક વાતો કરનારી સરકારમાં હકીકતમાં રાજયમાં ૧૦ લાખ કરતા વધુ શિક્ષિત બેરોજગાર નોધાયેલા છે અને વણનોધાયેલની સંખ્‍યા તેનાથી પણ વધુ છે. રાજયમાં શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ અધિકાર કાનુનનો અમલ કરવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું આ બજેટમાં દેખાતું નથી. રાજયમાં ૧૪,૦૦૦ શાળાઓ એવી છે જેમાં એક વર્ગખંડમાં એક થી વધુ ધોરણોના બાળકો ભણે છે. અનેક શાળાઓમાં શિક્ષકોની જગ્‍યાઓ ધણા લાંબા સમયથી ખાલી છે. જ્‍યારે ગુણોત્‍સવના નામે નાણાની જોગવાઈ કરનાર રાજય સરકાર ગુણોત્‍સવનું શું પરિણામ આવ્‍યું તે કેમ જાહેર કરતી નથી. જે તે વખતે કેન્‍દ્ર તરફથી રાજયમાં કોમ્‍પ્‍યુટર અભ્‍યાસ માટે નાણાની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ શિક્ષકોની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.ગરીબ અને મધ્‍યવર્ગના ુપરિવાર માટે મા વાત્‍સલ્‍ય યોજનાની વાતો કરી છે, પરંતુ તેમાંથી ગરીબ અને મધ્‍યમવર્ગને ભૂલીને માત્ર પરિવાર પુરતી યોજના સીમિત બની ગઈ છે. રાજયમાં આરોગ્‍ય સેવાના નામે મોટાપાયે જાહેરાત કરનાર ભાજપ શાસનમાં અંબાજીથી ઉમરગામ સુધી ૮૦ ટકા ડોક્‍ટરોની જગ્‍યાઓ ખાલી છે. સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો અને પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોનું માળખું સંપૂર્ણ પણે પડી ભાગ્‍યું છે. ડોક્‍ટરો છે ત્‍યાં દવા અને મેડીકલ સ્‍ટાફ નથી અને દવાઓ અને મેડીકલ સ્‍ટાફ છે ત્‍યાં ડોકટરો નથી. વાધેલાએ વધુમાં જણાવ્‍યું હતું કે, નર્મદા યોજના વર્ષ ૨૦૧૦માં પુરી થઈ જશે તેમ સરકારે જણાવ્‍યું હતું. ગત વર્ષના બજેટમાં નવ હજાર કરોડની જોગવાઈ હતી. તેમાં આ વર્ષના બજેટમાં માત્ર ૫૦ કરોડનો વધારો કરી જાણે મોટો મીર માર્યો હોય તેમ ભાજપ સરકાર રૂ. ૯,૦૫૦ કરોડની જોગવાઈ કરવાનું ગૌરવ લઈ રહી છે. રાજયના તમામ ખેડુતોને રાહતદરે વીજળી ઉપલબ્‍ધ કરાવવાની વાત કરનાર ભાજપ સરકારમાં રાજયના ૪થી ૫ લાખ ખેડુતો વીજ કનેકશન માટે વેઈટીંગમાં છે

http://www.akilanews.com/23022016/gujarat-news/1456243071-42836