સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોની મોંઘવારીનો માર આપતી ભાજપ સરકાર . : 06-07-2021
ગુજરાતના ૧૦ લાખ એલ.પી.જી. ગેસ કનેક્શન ધરાવતા સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોની મોંઘવારીનો માર આપતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે LPG સિલિન્ડરની સબસીડી ગાયબ કરીને દેશના 95% લોકોને મોંઘવારીના દાવાનળમાં ધકેલી દીધા છે. વર્ષ 2020-21 ના કેન્દ્રીય બજેટમાં LPG સિલિન્ડર માટે રૂ.40,915 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જેની સામે વર્ષ 2021-22 ના બજેટમાં LPG સિલિન્ડર સબસીડી માટે માત્ર રૂ.12,995 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે રૂ.27,920 કરોડનો સીધો બોજો લોકો ઉપર નાંખવામાં આવ્યો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો