સહાય જાહેર કરી સરકારે ખેડૂતોની મશ્કરી કરી : ભરતસિંહ સોલંકી
રાજ્ય સરકારે ૨૦ કિલો કપાસની સીસીઆઇ દ્વારા ખરીદી થાય તો ખેડૂતોને રૃા.૧૧૦ની સહાય કરવાની જાહેરાત કરી છે જે ખેડૂતોની મશ્કરી સમાન છે તેવો આક્ષેપ કરતાં પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, રૃા.૧૧૦ની સહાય સાથે ખેડૂતોને કપાસના ટેકાના રૃા.૯૨૦ મળશે જે બજારભાવ રૃા.૯૫૦ કરતાંયે ઓછાં છે. આમ સહાય જાહેર કરીને સરકારે ખેડૂતો સાથે રાજકીય છેતરપિડીં કરી છે. આગામી દિવસોમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે કોંગ્રેસ રાજ્યભરમાં આંદોલન કરશે.
ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો માટે કોંગ્રેસ આંદોલન કરશે રૃા.૧૧૦ની સહાય સાથેના કપાસના ભાવ બજારભાવ કરતાંયે ઓછા
ગુજરાત કપાસના ઉત્પાદનમાં અગ્રિમ રાજ્ય છે ત્યારે ખેડૂતોને પુરતા ભાવો મળી રહે તે માટે કેન્દ્ર સરકારમાં પણ વારંવાર રજૂઆત કરાઇ હતી તેવો ઉલ્લેખ કરતાં ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આકરાં પ્રહારો કરી જણાવ્યું કે,લોકસભાની ચૂંટણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતાં નથી તેવી કાગારોળ મચાવી હતી. ખેડૂતો ભીખ માંગતા નથી પરિશ્રમ કરે છે એટલે જ પુરતા ભાવો મળવ જોઇએ. સત્તા પર આવતાં ભાજપ હવે ખેડૂતોના વચનો ભૂલી ગઇ છે. યુપીએના શાસનમાં ખેડૂતોનો કપાસના ટેકાના ભાવ રૃા.૧૧૦૦-૧૨૦૦ મળતાં હતાં . આજે ગુજરાતમાં કપાસ પકવતાં ખેડૂતોની દશા ઘણી ખરાબ છે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/the-public-can-help-farmers-make-fun-of