‘સરહદે જવાનો મરી રહ્યાં છે, ખેડૂતો આત્મહત્યા કરે છે, … આખરે કઈ વાતના જશ્નની ઉજવણી?’: રાહુલ ગાંધી
એક બાજુ કેન્દ્રની મોદી સરકાર ત્રણ વર્ષ પૂરા થવા પર જશ્નની ઉજવણી કરી રહી છે ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ અંગે મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે યુવાઓ બેરોજગારીથી પરેશાન છે, ખેડૂતો દુકાળ અને દેવાના કારણે આત્મહત્યા કરી રહ્યાં છે તથા સૈનિકો મોતને ઘાટ ઉતરી રહ્યાં છે પરંતુ સરકાર જશ્ન મનાવવામાં વ્યસ્ત છે. રાહુલે પોતાના ટ્વિટર હેન્ડલ પર સરકાર પર નિશાન સાધતી બે ટ્વિટ કરીને આ સવાલો કર્યા છે. રાહુલનું કહેવું છે કે સમજમાં નથી આવતું કે આખરે સરકાર કઈ વાતનો જશ્ન મનાવી રહી છે. સરહદ પર કારણ વગર જવાનો માર્યા જાય છે, યુવા સારું ભણતર હોવા છતાં નોકરી માટે ઠોકરો ખાય છે પરંતુ તેમને સફળતા મળતી નથી. સરકાર શું કરી રહી છે. શું સરકાર જનતાની આ પરેશાનીઓનો જશ્ન મનાવી રહી છે. દેશમાં ખેડૂતોની આત્મહત્યાઓ અને બેરોજગારી તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે ગત ત્રણ વર્ષ સરકારને મળેલા જનાદેશ સાથે ‘વિશ્વાસઘાત’ છે.
http://sandesh.com/rahul-gandhi-tweets-about-3-years-completed-of-modi-government/