સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઈન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવેલ વ્યાખ્યાન : 31-10-2021
તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ મહાન નેતા અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬ મી જન્મ જયંતી અને મહાન નેતા અને લોખંડી મહિલા ઈન્દિરા ગાંધીજીની ૩૭મી પુણ્યતિથિ નિમિત્તે ઠાકોરભાઈ દેસાઈ હોલ, લૉ ગાર્ડન ખાતે યોજવામાં આવેલ વ્યાખ્યાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી, રાજસ્થાન સરકારના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, ઇન્દિરાજી દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા જેમને તેમણે કરેલા કાર્યો માટે આખા દેશમાં લોખંડિ મહિલા તરીકે યાદ કરવામાં આવે છે. આજે તેમની પુણ્યતિથી છે અને સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડિ પુરુષ છે તેમની આજે જન્મ જયંતી છે. સરદાર સાહેબે વિદેશમાં જઈ અભ્યાસ કર્યો ત્યારબાદ મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં આઝાદીના આંદોલનમાં જોડાયા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો