સરકાર બદલો લઇ રહી છે, હું સંસદમાં જવાબ આપીશઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે, ભારે વરસાદથી અસરગ્રસ્ત તામિલનાડુ અને પોન્ડેચીરમાં રાહત કાર્ય ઉપર રાજનીતિ કરવી ન જોઇએ. આ સાથે ધ્યાન વધારે લોકો ઉપર પડે તેવું હોવું જોઇએ. નેશનલ હેરાલ્ડ કેસ વિશે પુછવામાં આવેલા એક પ્રશ્નમાં રાહુલે જવાબ આપતા કહ્યું હતું કે, હાં આ રાજનીતિક બદલો છે. કેન્દ્ર સરકાર મને આવા પ્રશ્નો પૂછતા રોકે છે પરંતુ હું ચુપ નહીં બેશું. હું સવાલો પૂછતો રહીશ અને સરકાર ઉપર દબાણ બનાવતો રહીશ.
પોન્ડેચીર અને તામિલનાડુમાં ચાલી રહેલા રાહત અભિયાનમાં તેમણે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે, મહત્વપૂર્ણ એ છે કે આ સમય રાજનીતિ કરવાના બદલે આપણે એ નક્કી કરવું જોઇએ કે તમિલનાડુ અને પોન્ડેચેરીના લોકોને રાહત મળી શકે છે જેમને જરૂર છે.’ રોડિયરપેટ, શાન્મુઘા નગર અને એચાનકાદુ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે રાહુલ ગાંધી મોકલ્યા હતા. તેમણે રાહત સામગ્રીનું વિતરણ પણ કર્યું હતું. રાહુલ કહ્યું હતું કે આ સમયે વધારેમાં વધારે લોકો સુધી મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઇએ.
http://www.sandesh.com/article.aspx?newsid=3195067