સરકાર બદલવા માટે પરિવર્તન જરૂરી છેઃ રાજીવ શુકલા : 25-11-2022

  • છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. રોટલાં પણ તાવડી ઉપર એક જ તરફ રાખીએ તો તે બળી જાય છે.તો તે બળી જાય છે. સરકાર બદલવા માટે પરિવર્તન જરૂરી છેઃ રાજીવ શુકલા
  • ગુજરાતમાં કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે પુરા કરશે કારણ કે કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ છે કે કોંગ્રેસે જે કહ્યું છે તે કરી બતાવ્યું છેઃ રાજીવ શુકલા
  • ભાજપ ૨૭ વર્ષનો હિસાબ આપવાને બદલે હવે કહી રહી છે કે, આ ચૂંટણી આવનારા ૨૫ વર્ષ માટે છેઃ આલોક શર્મા

ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હિમાચલ પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદશ્રી રાજીવ શુકલાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. રોટલાં પણ તાવડી ઉપર એક જ તરફ રાખીએ તો તે બળી જાય છે. સરકાર બદલવા માટે પરિવર્તન જરૂરી છે. ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશની જનતાએ પણ સરકાર બદલવાનું નક્કી કરી દીધું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HR PRESSNOTE_25-11-2022