સરકાર એસસી-એસટી એક્ટ પર તાકીદે વટહુકમ કેમ ન લાવી : કોંગ્રેસ
સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એક્ટ પર આપેલા ચુકાદા સંદર્ભે લોકસભામાં ગુરુવારે સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. દલિત અને આદિવાસીઓના મુદ્દા પર મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરતાં લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ એસસી-એસટીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખડગેએ જણાવ્યું હતું કે, સુપ્રીમનો એસસી-એસટી એક્ટનો ચુકાદો આવ્યા પછી સરકાર ઘણા વટહુકમ લાવી હતી તો એસસી-એસટી એક્ટ પર શા માટે નહીં તેનો જવાબ સરકાર આપે. સરકારે દલિત અને આદિવાસીની સુરક્ષા માટે તાત્કાલિક વટહુકમ જારી કરવો જોઈતો હતો.
સરકાર વતી લોકસભામાં ખડગેને જવાબ આપતાં ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, ખડગેના સવાલથી મને આૃર્ય થયું છે. કદાચ તેમને જાણકારી નથી કે સરકારે એસસી-એસટી સુધારા ખરડાને મંજૂરી આપી દીધી છે અને તે સંસદનાં ચોમાસું સત્રમાં જ પસાર કરાવી દેવાશે.
http://sandesh.com/government-sc-st-act-on-t/