સરકારી હુમલાઓ સામે રક્ષણ કરવા કામદારોના સંમેલનમાં ઈન્ટુકના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. જી. સંજીવા રેડ્ડી ઉપસ્થિત રહેશે. : 25-03-2016

રાજ્યમાં ફીક્સ પગારના નામે ૫ લાખ જેટલા યુવાધનનો શોષણ કરતી સરકાર, કોન્ટ્રેક્ટ લેબરના નામે મજૂર કાયદાઓનો ઉલ્લંઘન મજૂર કાયદામાં સુધારાના નામે રાજ્ય સરકાર દ્વાર ઠોકી બેસાડવામાં આવેલ રાક્ષસી કાયદાઓ, ખાનગીકરણના નામે એસ.ટી. (બસ) જેવા જાહેર સાહસોને નબળા પાડવાના કાવત્રાઓ, ટેક્ષટાઈલ કામદારોના બાકીના નીકળતા લ્હેણાઓ, સર અને સેજ નામે શ્રમજીવીઓ ઉપર થતાં અત્યાચાર, સરકારી નોકરીઓમાં ભરતી વગેરે માંગણીઓ સાથે પ્રદેશ લેબર સેલ અને પ્રદેશ ઈન્ટુક તરફથી તા. ૨૬.૦૩.૨૦૧૬ ના રોજ શનિવારે બપોરે ૨-૦૦ વાગે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના પ્રમુખપદે રાજ્ય વ્યાપી સંમેલન, પ્રદેશ કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન ખાતે મળશે. આ સંમેલનમાં અતિથિ વિશેષ તરીકે ‘ઈન્ટુક’ ના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. જી. સંજીવા રેડ્ડી ઉપસ્થિત રહેશે. જ્યારે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વપ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ મુખ્ય મહેમાન પદે હાજરી આપશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note