સરકારી નોકરીમાં વ્યાપક કૌભાંડ સામે કોલેજ કેમ્પસોમાં સિગ્નેચર કેમ્પેઈનનો કાર્યક્રમ : 05-07-2016

ગુજરાતમાં ભાજપ સરકારના ૨૦૦૧ થી ભરતી કૌભાંડના પોપડાઓ એક પછી એક ખુલી રહ્યાં છે ત્યારે ભાજપ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષમાં સરકારી ભરતી માટે “રૂપિયા” એક માત્ર લાયકાત હોય તે રીતે ગોઠવણો કરીને કરોડો રૂપિયા ગુજરાતના યુવાનો પાસેથી ઉઘરાવવામાં આવ્યા. જે રીતે મધ્યપ્રદેશમાં વ્યાપમ કૌભાંડ તે જ રીતે ગુજરાતમાં સરકારી નોકરીમાં વ્યાપક કૌભાંડ સામે આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા રાજ્યના તમામ શહેર/ જિલ્લાઓમાં કોલેજ કેમ્પસોમાં સિગ્નેચર કેમ્પેઈનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ. ના પ્રમુખ શ્રી આદિત્યસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સરકારી નોકરીમાં મોટા પાયે ગેરરીતી અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે સ્કેન્ડલ “બી” ની તપાસ ક્રાઈમ બ્રાન્ચ ને સોંપવાની માંગણી કરી હતી સાથો સાથ સમગ્ર ભરતી કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષણ મંત્રીનું રાજીનામાની માંગણી કરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note