સરકારના અન્યાયને લીધે પાટીદારલડત જન્મી છે
શાંતિપૂર્ણ ચાલતા પાટીદાર અનામત આંદોલનને ભાજપ સરકારના પ્રવક્તા મંત્રી રાજકીય રંગ આપવાના ઈરાદાથી અને અશાંતિ ઊભી કરવા આંદોલનને કોંગ્રેસ પ્રેરિત આંદોલન કહે છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ-પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ નીતિન પટેલના આક્ષેપનો જવાબ આપતાં જણાવ્યું છે કે પાટીદાર યુવાનોએ કોંગ્રેસ કે ભાજપના ટેકા માટે ક્યારેય માગણી કરી નથી. તેમને તો માત્ર પાટીદારોનું સમર્થન જ જોઈએ છે. ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષથી શાસનમાં છે તેવી વર્તમાન ભાજપ સરકાર પાસે પાટીદાર યુવાનોએ અનામતની માગણી કરી છે. ભાજપ સરકારે પોતાની નીતિ આ માટે શું છે તે જાહેર કરવું જોઈએ. વાસ્તવિક્તા તો એ છે કે ભાજપની ખેડૂતો અને યુવાનો માટેની અન્યાયકર્તા નીતિઓના કારણે શિક્ષિત પાટીદાર યુવાનોની લાગણીને સરકારે તેની ચોટ પહોંચાડતા ના છૂટકે આંદોલનનો આશરો લીધો છે.
મોઢવાડિયાએ જણાવ્યું છે કે ભાજપ અને તેમની સરકારે અત્યાર સુધી પાટીદાર યુવાનોેનું ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરી પાટીદારો ભાજપ છોડીને ક્યાં જશે? તેવા ઘમંડમાં રાચતા અને હવે અનામત આંદોલનના ભાજપના સર્જકોના પગતળેથી ધરતી સરકતી જણાતાં બેહૂદા નિદેવો કરે છે.
તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ અને આંદોલનની આગેવાની લીધી છે એવા યુવાનો ઉપર બેહૂદા આક્ષેપો કરવાના બદલે અનામત આંદોલનોમાં અત્યાર સુધી તેમની ભૂમિકા શું હતી તેના ઉપર ભાજપના નેતાઓએ આત્મખોજ કરવાની જરૂર છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3108539