“સમયસર પ્રવેશ આપો”, “વિદ્યાર્થીઓને ન્યાય” : 31-08-2016

ડીપ્લોમાં ટુ ડીગ્રી પ્રવેશ પ્રક્રિયા ૪૫ દિવસ જેટલો સમય વીતી ગયો છતાં વિદ્યાર્થીઓને ક્યારે પ્રવેશ મળશે ? ક્યાં મળશે ? તમામ બાબત અંગે અનિશ્ચિતતા પર્વતી રહી છે ત્યારે ૧૬ હાજર જેટલા ડીપ્લોમાં પાસ થયેલ અને ડીગ્રીમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સાથે રાખી કેન્દ્રીય પ્રવેશ સમિતિ એલ.ડી.ઈજનેરી કોલેજ ખાતે “સમયસર પ્રવેશ આપો”, “વિદ્યાર્થીઓને ન્યાય” આપોના સુત્રોચ્ચાર કરી પ્રવેશ સમિતિના સત્તાવાળા સમક્ષ ઉગ્ર રજૂઆત કરતા એન.એસ.યુ.આઈના ગુજરાતના પ્રવક્તાશ્રી ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ૧૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ડીપ્લોમાં ટુ ડીગ્રી પ્રવેશ માટે છેલ્લા ૪૫ દિવસ થી રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું હોવા છતાં પ્રવેશ ફાળવણી માટે રાહ હોઈ રહ્યા છે. પ્રવેશ સમિતિ ખાતે વિદ્યાર્થીઓ વાલીઓને યોગ્ય જવાબ મળતા નથી. વિદ્યાર્થી – વાલીઓ પરેશાન થઇ રહ્યા છે. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓ વાલીઓની પ્રવેશ સમસ્યા ઉકેલવવામાં સદંતર નિષ્ફળ રહી છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note