સબ સલામતની બૂમો પાડતી ભાજપ સરકારના શાસનમાં રાજ્યનું પાટનગર ગાંધીનગરમાં પણ ખુલ્લેઆમ લૂંટ અને ગોળીબાર દ્વારા ભયનું વાતાવરણ : 01-04-2016

  • સબ સલામતની બૂમો પાડતી ભાજપ સરકારના શાસનમાં રાજ્યનું પાટનગર ગાંધીનગરમાં પણ ખુલ્લેઆમ લૂંટ અને ગોળીબાર દ્વારા ભયનું વાતાવરણ
  • ધોળે દ્હાડે લૂંટની ઘટના જે વિસ્તારમાં બની તે વિસ્તારમાં દશથી વધુ રાષ્ટ્રીયકૃત બેન્કો આવેલી છે.

સબ સલામતની બૂમો પાડતી ભાજપ સરકારના શાસનમાં રાજ્યનું પાટનગર ગાંધીનગરમાં પણ ખુલ્લેઆમ પાંચ લાખની લૂંટ અને ગોળીબાર દ્વારા ભયનું વાતાવરણ ઉભું થયું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ગાંધીનગરને વાઈ-ફાઈ અને હાઈ-ફાઈ ને બદલે નાગરિકોને સલામતી પૂરી પાડે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં છેલ્લા એક અઠવાડીયામાં લાખ્ખો રૂપિયાની લૂંટ અને ગોળીબારની ઘટનાથી પાટનગરવાસીઓમાં ભયનું વાતાવારણ ઉભું થયું છે.  જે વિસ્તારમાં પાંચ લાખ રૂપિયાની ધોડેદ્હાડે લૂંટ થઈ છે. તે વિસ્તારમાં દશ કરતાં વધુ રાષ્ટ્રીયકૃત બેન્કો આવેલી છે. જે રીતે લૂંટ અને ગોળીબારની ઘટના બની છે તે વિસ્તારમાં સવારે ૧૦ થી સાંજે ૪ કલાક સુધીમાં લાખો રૂપિયાની લેતી-દેતી માટે ગ્રાહકોનો બેન્કમાં ઘસારો હોય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note