સંતરામપુર, બાલાસિનોર અને લુણાવાડા વિધાનસભા દીઠ બેઠક
કોંગ્રેસ પક્ષના સંગઠન અને વિધાનસભાની ચૂંટણી – ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ ત્રણ દિવસીય પ્રવાસના ત્રીજા દિવસે સંતરામપુર, બાલાસિનોર અને લુણાવાડા વિધાનસભા મત વિસ્તાર ઉપસ્થિત જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, સ્થાનિક આગેવાનો-કાર્યકરોને બૂથ મેનેજમેન્ટ અને ચૂંટણીલક્ષી કામગીરી અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી અશોક ગેહલોતજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ માર્ગદર્શન આપ્યું હતું.