સંકલ્પ” લીડરશીપ તાલીમ શિબિર : 12-06-2018
આજ રોજ ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ દ્વારા અંબાજી ખાતે બે દિવસીય “સંકલ્પ” લીડરશીપ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ શિબિરમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા જણાવ્યું હતું કે, ઝીંદગીનો કોઈ પણ તબક્કો હોય દરેક વ્યક્તિ વિદ્યાર્થી તરીકે ને પોતાની ભૂમિકા અક્તીયાર કરવી પડતી જ હોય છે. જે વ્યક્તિ વિદ્યાર્થી તરીકે ની ભૂમિકા સારી અદા કરે છે તે જિંદગીમાં સફળ થાય છે. એન.એસ.યુ.આઈ. અને યુથ કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીના આગલી હરોળના સૈનિક છે તે આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટીને નવી ઉંચાઈ સુધી લઇ જશે. ગ્રામ પંચાયત થી લઇ ગાંધીનગર કે દિલ્હી સુધી કોની સત્તા હશે તે નક્કી કરવાની તાકાત યુવાનોને મળી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો