શ્રી શંકરર્સિંહજી વાઘેલા એ સ્વતંત્રતા દિન નિમિત્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ ના નેતા માં. શ્રી શંકરર્સિંહજી વાઘેલા એ ગાંધીનગર જીલ્લા અને શહેર કોંગ્રેસ ના કાર્યાલય સેક્ટર ૨૨ ,ગાંધીનગર ખાતે સ્વતંત્રતા દિન નિમિત્તે સવારે ૮ કલાકે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો …જીલ્લા પ્રમુખ શ્રી સૂર્યસિંહજી ડાભી એ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું..શહેર પ્રમુખ શ્રી ડો.કૌશિક શાહે આભાર પ્રકટ કર્યો હતો … પાટનગર અને જીલ્લા ના સૌ સન્માનનીય નાગરીકોને આઝાદ દિન ની હાર્દિક વધામણી આપતા વિપક્ષ નેતા શ્રી શંકર્સિંહજી વાઘેલાએ જણાવ્યું હતુકે …આવો આપણે સૌ …સ્વાધીનતા ના જતન માટે સંકલ્પબદ્ધ બનીએ ….પ્રજા કલ્યાણ ના કામો અને પ્રશ્નો અંગે જાગૃત બનીને નિરાકરણ માટે લલકાર કરીએ….વર્તમાન કેન્દ્ર અને રાજ્ય ની સરકારો એ આઝાદી ના પર્વે રાજનીતિ કરવાને બદલે પ્રજાજનો માટે આર્થિક આઝાદી અને આબાદી ની વિવિધ યોજનાઓ ની જાહેરાત કરવાને બદલે સંસદ ની કાર્યવાહી સંબંધે વડાપ્રધાન ના શરમ થી માથું ઝૂકી જાય છે તેવા નિવેદન સામે તીખી પ્રતિક્રિયા શ્રી બાપુ એ આપી હતી. ભારત માતા ના જય ઘોષ સાથે જન ગણ મન રાષ્ટ્ર ગીત ના ગાન સાથે સૌ ઉપસ્થિત નગરજનો રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note