શ્રી રાહુલ ગાંધી સાથે સંવાદ – રિવરફ્રન્ટ, અમદાવાદ

કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજ્યમાંથી આમંત્રિત કરાયેલા ૨૫૦૦૦ થી વધુ કાર્યકર આગેવાનોના ‘સંવાદ’ કાર્યક્રમમાં વાતચીત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનો મતલબ કોઈને પણ દર્દ થઈ રહ્યું હોય નાનું હોય કે મોટી તેને ગળે લગાડી મદદ કરવી એ જ છે કોંગ્રેસ પાર્ટી. ગુજરાતમાં પાંચ-દશ લોકોને મદદ-લાભ અને બાકીના બધાને અન્યાય કરવો એ મોદી મોડેલ છે. મોટા ઉદ્યોગોને કરોડો રૂપિયાના લાભો, પાણીના ભાવે જમીન, તમામ ટેક્ષના લાભો આપવા અને બીજી બાજુ નાના-મધ્યમ કદના ઉદ્યોગોને મરણતોલ ફટકો આપવો તેના કારણે ગુજરાતમાં ૫૫૦૦૦ જેટલા નાના-મધ્યમ કદના ઉદ્યોગો મૃતપાય થયા છે.