શ્રી માલજીભાઈ દેસાઈને પદ્મશ્રીથી સન્માનિત : 29-01-2022

જાણીતા ગાંધીવાદી, ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણજ્યોત જગાડનાર પીઢ કોંગ્રેસ આગેવાન કે જેઓએ નવ વર્ષ સુધી પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વ કરનાર, સેવાદળના તાલીમબદ્ધ આગેવાનશ્રી માલજીભાઈ દેસાઈને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રખર ગાંધીવાદી શ્રી માલજીભાઈને પદ્મશ્રી સન્માન એ જાહેર જીવનમાં ગાંધી મૂલ્યોનું સન્માન છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ તા. ૩૦-૦૧-૨૦૨૨ રવિવારના રોજ પાટણ જિલ્લાનાં ઝીલિયા ખાતે શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લઈ પ્રખર ગાંધીવાદી શ્રી માલજીભાઈ દેસાઈનું વિશેષ સન્માનિત કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note