શ્રી પ્રવિણ રાષ્ટ્રપાલજીને શોકાંજલી

કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાસંદ શ્રી પ્રવિણભાઈ રાષ્ટ્રપાલના ૭૭ વર્ષની ઉમરે દિલ્હી ખાતે થયેલ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સ્વ. પ્રવિણભાઈ રાષ્ટ્રપાલ સાસંદ તરીકે સતત પ્રજાના પ્રશ્નો માટે ચિંતીત હતા. ખૂબ જ અભ્યાસ સાથે તેઓ વિવિધ વિભાગો સાથે પ્રજાકીય પ્રશ્નો માટે પત્ર વ્યવહાર કરતાં હતા. ડૉ. બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે નાની-નાની પુસ્તિકા દ્વારા સ્વ. પ્રવિણભાઈ રાષ્ટ્રપાલ સક્રિય રહ્યાં હતા. તેમના નિધનથી સ્પષ્ટ વક્તા અને જાગૃત જનપ્રતિનિધી ગુમાવ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note