શ્રી નિહીલભાઈ મહેતાના દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી : 10-11-2016
શ્રમિકોના માર્ગદર્શક ઈન્ટુકના રાષ્ટ્રીય પદાધિકારી, જાણીતા વકીલ શ્રી નિહીલભાઈ મહેતાના દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, શ્રમિકોના પ્રશ્નોની ઉંડી સૂઝબૂઝ ધરાવતાં, સ્પષ્ટ વક્તા અને અડીખમ લડત આપનાર શ્રી નિહીલ મહેતાના નિધનથી શ્રમિકો-કામદારોએ તેમના હક્ક અને અધિકાર માટે લડતાં આક્રમક માર્ગદર્શક ગુમાવ્યા છે. રાજ્યમાં અનેક ઔદ્યોગિક પ્રશ્નોમાં શ્રમિકો-કામદારો માટે તેમની ભૂમિકા હકારાત્મક હતી. હરહંમેશ શ્રમિકો-કામદારોના પરિવાર અને ખાસ કરીને તેમના સંતાનોના શિક્ષણ, આરોગ્ય માટે ચિંતીત હતા. શ્રી નિહીલ મહેતાના નિધનથી શ્રમિકો-કામદારો અને કોંગ્રેસ પક્ષે એક જાગૃત જનપ્રતિનિધી ગુમાવ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો