શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી સાથે વિશેષ મુલાકાત : 21-08-2017
કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મોહનસિંહ રાઠવાના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી સાથે વિશેષ મુલાકાત કરી હતી. જેમાં તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપે કરેલા કારનામાં, કાવતરાં, લોભ-લાલચ, ધાક-ધમકી સામે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના ઉમેદવારશ્રી અહમદભાઈ પટેલ અને કોંગ્રેસ પક્ષનો લોકતાંત્રિક મુલ્યો-સત્ય-ઈમાનદારીના વિજય અંગે વિસ્તૃત વાતચીત કરી હતી. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ તમામ ધારાસભ્યોને મુલ્યનિષ્ટ રાજનીતિ માટે અભિનંદન આપ્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો