શ્રીમતી મોંઘીબેન મકવાણાના દુઃખદ નિધન અંગે : 10-09-2018
એ.આઈ.સી.સી.ના સભ્ય, મહિલા આગેવાન, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રીમતી મોંઘીબેન મકવાણાના દુઃખદ નિધન અંગે ઘેરાશોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, દલિત સમાજમાંથી પ્રતિનિધિત્વ કરતાં સ્વ.મોંઘીબેન મકવાણા સુરેન્દ્રનગર જીલ્લામાં કન્યા કેળવણી માટે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા હતા. આર્થિક વિષમ પરિસ્થિતિ છતાં સ્વબળે સંઘર્ષ કરીને જુદા જુદા સમાજની દીકરીઓને સારૂ શિક્ષણ ઉપલબ્ધ થાય તે માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી હતી. જીલ્લા પંચાયતમાં ચૂંટાઈને જન પ્રતિનિધિ તરીકે સક્રિય કામગીરી કરી હતી. સ્વ.મોંઘીબેન મકવાણાના નિધનથી કોંગ્રેસ પક્ષે અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાએ કન્યા કેળવણીના પ્રતિબદ્ધ લોકસેવક ગુમાવ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો