શ્રીમતી અનારબેન પટેલના ધંધાકીય ભાગીદાર શ્રી દક્ષેશભાઈ શાહના નિવેદન સંદર્ભે પ્રત્યાઘાત આપતા અર્જુન મોઢવાડીયા
વાઈલ્ડ વુડ રીસોર્ટ એન્ડ રીયલ્ટીઝ પ્રા. લી. ના ડિરેક્ટર અને શ્રીમતી અનારબેન પટેલના ધંધાકીય ભાગીદાર શ્રી દક્ષેશભાઈ શાહના નિવેદન સંદર્ભે પ્રત્યાઘાત આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, શ્રી દક્ષેશભાઈ જણાવે છે કે, વાઈલ્ડ વુડ રીસોર્ટને સરકારે મીટરના રૂ. 15 ના ભાવે આપેલી જમીન નો ખરેખર ભાવ રૂ. 5 થી 6 જ હતો. આ દાવો હાસ્યાસ્પદ છે રૂ. 6 માં તો ચોકલેટ કે હાથ રૂમાલ પણ નથી આવતો અને રૂ. 15 માં પાણીની બોટલ પણ નથી મળતી પરંતુ જ્યાં મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રી મહેરબાન હોય ત્યાં જ ગીર ના જંગલની બાજુની 245 એકર સરકારી જમીન 15 રૂપિયે મીટર એટલે કે, વીઘાના 25000 રૂપિયા લેખે ( માં વાત્સલ્ય કાર્ડ) યોજના હેઠળ જ મળી શકે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો