શ્રધ્ધાંજલી ઈન્દુભાઈ પટેલ : 29-03-2016
સ્વાતંત્ર સેનાની સહકારી ક્ષેત્રના રાષ્ટ્રીય આગેવાન શ્રી ઈન્દુભાઈ ચતુરભાઈ પટેલના દુ:ખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ. ઈન્દુભાઈ પટેલ એક કાર્યકર તરીકે કામગીરી શરૂ કરીને વિવિધ પદ પર રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ સંગઠનમાં જવાબદારી સંભાળી હતી અને રાજ્યના નાયબ પંચાયત મંત્રી તરીકે પણ સેવા આપી હતી. રાજ્યમાં સહકારી ખાંડ ઉદ્યોગના વર્ષો સુધી અધ્યક્ષ તરીકે અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ સુગર ફેડરેશનનું પ્રમુખ પદ સંભાળ્યું હતું. સામાજિક, શૈક્ષણિક, સહકારી સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે જીવનના અંતિમ ક્ષણ સુધી નિષ્ઠાથી કામગીરી કરી હતી. સ્વ. ઈન્દુભાઈ પટેલના નિધનથી ગુજરાતે જુની પેઢીના સહકારી આગેવાન ગુમાવ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો