શિક્ષણના નામે વેપાર-ભ્રષ્‍ટ્રાચાર સામે NSUIનું હલ્લાબોલ

એનએસયુઆઇ દ્વારા આજે યુનિવર્સિટીમાં વેપારીકરણના ભ્રષ્‍ટાચાર મુદ્દે હલ્લાબોલ કર્યુ હતું. પ્રસ્‍તૃત તસ્‍વીર મયુર વાંક, જયકિશનસિંહ ઝાલા, સુરજ ડેર, હીરેન ખીમાણીયા, મુકુંદ ટાંક સહીતના નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ર૪: શિક્ષણના નામે વેપાર, ભ્રષ્‍ટાચાર સામે એનએસયુઆઇએ આજે ઉગ્ર દેખાવો કરી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં હલ્લાબોલ કર્યુ હતું.

એનએસયુઆઇના મયુર વાંક, જયકિશનસિંહ ઝાલા, હિરેન ખીમાણીયાના નેતૃત્‍વમાં  આપેલા  એક આવેદનપત્રમાં જણાવ્‍યુ છે કે, ગાંધીનગરમાં યોજાયેલા શૈક્ષણિક વર્કશોપમાં મુખ્‍યમંત્રીએ પોતાની હાજરીમાં શિક્ષકો વિદ્યાર્થીઓને ખોટુ વંચાવતા હોવાની કરેલી કબુલાત રાજયના શિક્ષણ તંત્રની હાલની વાસ્‍તવિકતા દર્શાવે છે. ભાજપ સરકારે છેલ્લા બે દશકામાં સમગ્ર દેશમાં ગાંધી-સરદારના ગુજરાતની શૈક્ષણિક છબીને શરમજનક રીતે ખુબ નીચલા સ્‍તરે લાવીને મુકયુ છે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બાળકોમાં વાંચન-લેખન જેવી ગુણવતા સુધારી નહી શકનાર ભાજપની આ ગતિશીલ સરકારે સમગ્ર દેશમાં સૌથી વધુ પૈસા પડાવતી સેલ્‍ફ ફાઇનાન્‍સના નામે શાળા-કોલેજોની હાટડીઓ ખોલી રાખી છે.

એનએસયુઆઇએ આપેલા  એક આવેદનપત્રમાં જણાવ્‍યુ છે કે,  શાળા-કોલેજોમાં પ્રવેશ મેળવવાથી લઇ અસહ્ય ફી ભરવા સાથે ડીગ્રી મેળવતા બેરોજગાર યુવાનોને નોકરી ધંધા માટે ભારે હાલાકી પડી રહી છે. એક સર્વે પ્રમાણે આ બેરોજગાર યુવાનોમાં શિક્ષણ અને નોકરી ભરતીમાં ભાજપ સરકાર વ્‍યાપક ભ્રષ્‍ટાચાર કરતી હોવાનો આક્રોશ પ્રવર્તી રહ્યો છે

http://www.akilanews.com/24062016/rajkot-news/1466768027-62890