શિક્ષણના અધિકાર કાયદાનું અસરકારક અમલ, ફી ના નામે વિદ્યાર્થી-વાલીઓની લુંટ બંધ કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી ધરણા-દેખાવો. : 25-04-2018

  • શિક્ષણના અધિકાર કાયદાનું અસરકારક અમલ, ફી ના નામે વિદ્યાર્થી-વાલીઓની લુંટ બંધ કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી ધરણા-દેખાવો.
  • શિક્ષણના અધિકાર અને આડેધડ ફી ના ઉઘરાણાં સામે ૩૩ જિલ્લા અને આઠ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર દેખાવો-ધરણાં યોજાયા.

 

રાજ્યમાં છેલ્લા ૨૨ વર્ષના ભાજપના શાસનમાં શિક્ષણની ભારે અધોગતિ થઈ છે. કોંગ્રેસ શાસનમાં ગુજરાત રાજ્ય દેશમાં શિક્ષણ ક્ષેત્રે ૯મા અને ૧૧મા ક્રમાકે ધરાવતું હતુ તે ભાજપ શાસનમાં ૧૯ અને ૨૧ મા ક્રમાંકે ધકેલાઈ ગયું છે. ત્યારે, શિક્ષણના અધિકાર કાયદાનું અસરકારક અમલ, ફી ના નામે વિદ્યાર્થી વાલીઓની લૂંટ બંધ કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી ધરણાં દેખાવોના કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી અમીત ચાવડા એ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સરકારે અપનાવેલ શિક્ષણના વ્યાપારીકરણની નીતિના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના હજારો વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ છોડી દેવાની ફરજ પડી રહી છે. છેલ્લા ૨૦ વર્ષમાં રાજ્યમાં બહુ જૂજ સંખ્યામાં ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોને પરવાનગી આપવામાં આવી છે. તેના કારણે ફી ના નામે લૂંટ ચલાવતી ખાનગી સ્કૂલો અને કોલેજોને વાલી અને વિદ્યાર્થીઓને લૂંટવાનો છૂટો દોર મળી ગયો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note