શિક્ષકો ઘરે ઘરે ફરી પુસ્તકો ભેગાં કરશે, શાળામાં કચરો વાળશે : 15-06-2018
- શિક્ષણનું ઘોર ખોદતું ગુજરાત મોડેલ
- શિક્ષકો ઘરે ઘરે ફરી પુસ્તકો ભેગાં કરશે, શાળામાં કચરો વાળશે
- શિક્ષણનો ખુલ્લેઆમ વેપલો કરનાર ભાજપ સરકારે શિક્ષકોને મજૂરો, દારૂડીયા, સફાઈ કામદાર બનાવી દેતા શિક્ષણની ગુણવત્તા કથળીઃ ડૉ. હિમાંશુ પટેલ
પ્રવેશોત્સવથી લઈને ગુણોત્સવ સુધીનાં તાયફા કરતી ભાજપ સરકારનાં શાસનમાં પ્રાથમિક – માધ્યમિક શાળાઓઅને શિક્ષણનો મૃત્યુઘંટ વાગી ગયો છે ત્યારે ગુજરાત મોડેલને શરમજનક કરનાર ભાજપ સરકારે શિક્ષકોને જુનાં પુસ્તકો ભેગાં કરવાનાં સોંપેલા કામને સખ્ત શબ્દોમાં વખોડી કાઢતાં કોગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે સેલ્ફ ફાઈનાન્સ અને કરાર આધારીત શિક્ષણ આપતી આ સરકાર ઘરે ઘરેથી પસ્તી ભેગી કરવાનું કામ સોંપી ગુરૂજનોનું અપમાન કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો