શહેરોને સુવિધા માટે ઓક્ટ્રોય અવેજી પેટે ૯૦૦૦ કરોડ કરતા વધુ રકમ ભાજપ સરકાર આપતી નથી.
- શહેરોને સુવિધા માટે ઓક્ટ્રોય અવેજી પેટે ૯૦૦૦ કરોડ કરતા વધુ રકમ ભાજપ સરકાર આપતી નથી.
- પ્રસિધ્ધી ભૂખ્યા ભાજપના શાસકો સદભવાના સમયે શહેરી નાગરિકો માટે જાહેર કરલે ૧૦,૦૦૦ કરોડ અંગે જવાબ આપે.
ઓક્ટ્રોય અવેજી પેટે રૂ. ૯૦૦૦ કરોડ કરતાં વધુ રકમ ભાજપ સરકાર આપતી નથી અને બીજીબાજુ ૮ મહાનગરપાલિકાઓ, ૨૦ નગરપાલિકાઓ અને શહેરી સત્તામંડળોને ચેક અર્પણ સમારોહ હકીકતમાં પ્રસિધ્ધી ભૂખ્યા ભાજપ શાસકોએ પ્રજાના નાણાંનો ધૂમાડો કર્યો છે. તેવો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, તા. ૧૫-૧૧-૨૦૦૭ થી રાજ્યમાં આવેલા મહાનગરો અને અન્ય શહેરી વિસ્તારોમાં ઓક્ટ્રોય નાબૂદ કરવામાં આવી ત્યારે રાજ્ય સરકારે જાહેર કરેલ મુજબ જે તે મહાનગરપાલિકા, નગરપાલિકાને અગાઉથી ઓક્ટ્રોય નાબૂદીને ધ્યાનમાં લઈ ને થતા નુક્શાનની રકમ ‘ઓક્ટ્રોય અવેજી’ તરીકે ચૂકવવામાં આવશે. દરવર્ષે તેમાં ૧૦ થી ૧૫ ટકા વધારા સાથે ભાજપ સરકારે આજદિન સુધી મહાનગરપાલિકા અને શહેરી વિસ્તારને ચૂકવવાપાત્ર નાણાં ચુકવ્યા નથી. આ બાબતનું ભાજપ સરકાર પાલન ન કરીને શહેરમાં વસતા ટેક્ષ પેયર્સ નાગરિકોને મળતી પાયાની સુવિધા જેમકે શુધ્ધ પીવાનું પાણી, આરોગ્ય સેવા, શિક્ષણ, રસ્તા, અને વરસાદી પાણીનો નિકાલથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો