વેટ નાબુદ નહીં કરીને પ્રજાલક્ષી કામો માટે વેઠ ઉતારનાર નાયબ મુખ્યમંત્રી ‘ખુરશી’ બચાવવા આવકની ગણતરી : 13-10-2017
• કોંગ્રેસ દ્વારા પેટ્રોલ – ડિઝલ ઉપર વેટ નાબુદ કરીને પણ સુપેરે વહીવટ ચલાવવા અંગે જાહેર ચર્ચાનો પડકાર
• વેટ નાબુદ નહીં કરીને પ્રજાલક્ષી કામો માટે વેઠ ઉતારનાર નાયબ મુખ્યમંત્રી ‘ખુરશી’ બચાવવા આવકની ગણતરી કરી રહ્યાં છેઃ ડૉ. હિમાંશુ પટેલ
પેટ્રોલ – ડિઝલ ઉપર કોંગ્રેસે વેટ નાબુદીની કરેલી જાહેરાતથી રાજ્ય સરકારને ઘણી મોટી આવક ગુમાવવી પડેનું ગાણું ગાનાર નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રજાને લૂંટી લઈ પ્રજાના પૈસે રાજકીય ઉજાણી કરવાનાં બદલે પ્રજાલક્ષી વિકાસની ચિંતા કરી હોત તો ચૂંટણીની પૂર્વ સંધ્યાએ રાજકીય લ્હાણી કરવાનાં દિવસો આવ્યા ના હોત એમ જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે પેટ્રોલિયમ પેદાશો અને ઈંધણ ઉપર વેટ તેમજ અન્ય સરકારી ટેક્સ સંપૂર્ણ નાબુદ કરી માત્ર જીએસટી લગાવીને સુપેરે વહીવટ ચલાવવા બાબતે જાહેર ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંક્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો