વિસાવદર નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલ સભ્યોનો સહી સાથેનો ખુલાસો : 26-09-2016

વિસાવદર વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી હર્ષદ રીબડીયાએ આજરોજ વિસાવદર નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યોની સહી સાથે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, તારીખ ૩૦મી સપ્ટેમ્બરના રોજ વિસાવદર ખાતે બપોરે ૨-૦૦ કલાકે, વિશાળ ખેડૂત સંમેલન યોજાવાનુ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજીત આ ખેડૂત સંમેલન સમગ્ર પંથકમાંથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે “કોંગ્રેસ પક્ષે વિસાવદર નગરપાલિકા ગુમાવી અને કોંગ્રેસ પક્ષના ૬ સભ્યો ભાજપમાં ભળી ગયા” તેવા સમાચાર સત્યથી વેગડા છે. કોંગ્રેસ પક્ષનો વિસાવદર નગરપાલિકામાં ચૂંટાયેલ સભ્ય ભાજપ પક્ષમાં જોડાયા નથી. કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા તમામ સભ્યો કોંગ્રેસ પક્ષમાં પ્રતિબધ્ધતાથી જોડાયા છે જે રીતે વિસાવદર ખાતે યોજાનાર ખેડૂત સંમેલન પહેલા ખેડૂતોને ગેરમાર્ગે દોરવા રાજકીય હેતુથી આવા ખોટા સમાચાર પ્રસિધ્ધ કર્યા હોય તેથી કોંગ્રેસ પક્ષના તમામ ચૂંટાયેલ સભ્યો આ  સાથે સત્યહકીકત જણાવી રહ્યાં છીએ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note