વિશ્વ વારસા સપ્તાહના ભાગરૂપે સ્થાપત્ય અને સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવામાં આવે છે : 18-11-2015

વિશ્વ વારસા સપ્તાહના ભાગરૂપે સ્થાપત્ય અને સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવામાં આવે છે. જુદા જુદા ક્ષેત્રમાંથી આવતા કલા નિષ્ણાંતો તેમની નિપૂણતા દ્વારા સમગ્ર નવી પેઢીને સંદેશ આપવા માંગતા હોય છે. સંસ્કૃતિના રખેવાળીનો દાવો કરનાર અને મોટી મોટી જાહેરાતો કરી આભાસી ચિત્ર ઉભું કરનાર ભાજપ શાસકોએ રાજ્યના પુરાતત્વ વિભાગમાં વર્ષોથી ભરતી પ્રક્રિયા ન કરીને રાજ્ય અને રાષ્ટ્રની ગૌરવવંતી સંપતિની જાળવણી પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યાંનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યના પુરાતત્વ વિભાગમાં મોટા ભાગની અગત્યની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. પ્રવાસીઓને બતાવીને ગૌરવ લઈ શકાય એવા અનેક સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરની હાલત હાલ ગુજરાતમાં જર્જરિત અને બિસ્માર છે. આવા અતુલ્ય સાંસ્કૃતિક વારસાની રક્ષણની અને નવા પ્રાચીન સ્મારકો અને સાઈટો શોધવાની તેમજ શોધાયેલ પ્રાચીન સાઈટો પર ઉત્ખનન હાથ ધરી ગુજરાતના ઈતિહાસની ખૂટતી કડીઓ મેળવવાની જવાબદારી જેના શીરે છે તે પુરાતત્વ વિભાગમાં જ (T.A.) ટેકનિકલ આસિસ્ટન્ટ આર્કિયોલોજીસ્ટ, સુપ્રિટેન્ડિંગ આર્કિયોલોજીસ્ટ (S.A) અને નિયામક જેવી મહત્વની ટેકનિકલ જગ્યાઓની ભરતી કરી આ પુરાતત્વ વિભાગના જ ‘અચ્છે દિન’ લાવવાની તાતી જરૂર જણાય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note