વિશ્વાસઘાત દિવસ – ચાર વર્ષમાં માત્ર વાતો – પત્રકાર પરિષદ : 26-05-2018
ચાર વર્ષ પહેલા સમગ્ર દેશમાં પ્રજાને વચનો અને વાયદા આપીને ભાજપે લોકસભા ચૂંટણીમાં બહુમત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લઈને કેન્દ્ર સત્તાની ધુરા સાંભળી હતી. પણ ચાર વર્ષ બાદ પ્રજાને આપેલા વચનો અને વાયદાને અમલમાં મૂકવાને બદલે દેશની જનતા સાથે મોંઘવારી, અચ્છે દિન, ખેડૂતોને ન્યાય, પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ સહિતના મુદ્દે કોઈ નક્કર કામગીરી નહિ, દેશની જનતા સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે ત્યારે પ્રજાના આક્રોશને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા આજના દિવસને “વિશ્વાસઘાત દિવસ” તરીકે ઉજવીને ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો અને પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધીઓએ રાજ્યના ૩૩ જીલ્લા અને આઠ મહાનગરોએ કાળી પટ્ટી બાંધીને ધરણા યોજીને, ભાજપ અને મોદી સરકારની જન વિરોધી નીતિઓ અંગે સુત્રોચ્ચાર કરી, તો ક્યાંક કાળા ફુગ્ગા ઉડાવીને ભાજપનો વિરોધ કર્યો હતો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો