વિવિધ વ્યવસાયિક ક્ષેત્રના વેપારી – પ્રોફેસનલ અને કોંગ્રેસ આગેવાનો સાથે શ્રી રાહુલ ગાંધી
કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજ્યમાંથી આમંત્રિત કરાયેલા ૨૫૦૦૦ થી વધુ કાર્યકર આગેવાનોના ‘સંવાદ’ કાર્યક્રમ પછી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ વ્યવસાયિક ક્ષેત્રના ૧૦૦ જેટલા ડૉક્ટર, વકીલ, એન્જીનીયર, ચાર્ટડ એકાઉન્ટન્ટ, અધ્યાપકો સાથે ‘સંવાદ’ યોજ્યો હતો. ત્યારબાદ ૧૫૦ જેટલા નાના-મોટા વેપારીઓ, ઉદ્યોગ સાહસિકોને નોટબંધી અને જી.એસ.ટી. ના કારણે ઉભી થયેલી આર્થિક કટોકટી અને રાજ્યમાં નાના-મધ્યમ કદના ઉદ્યોગોની પરિસ્થિતી અંગે વાતચીત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ અને શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈ વાર્તાલાપ કર્યો હતો. ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસના મંત્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ અને વિવિધ સેલ-ડિપાર્ટમેન્ટના વડાઓ સાથે રાહુલજીએ એક કલાક કરતાં વધુ વાર્તાલાપ કર્યો હતો.