વિજ બિલોની વસૂલાત દર બે મહિને કરી ચલાવાતી ઉઘાડી લૂંટ
વિજ બિલોની વસૂલાત દર બે મહિને કરી ચલાવાતી ઉઘાડી લૂંટ
ખાનગી વિજ મથકોને માલામાલ કરતી ભાજપ સરકારની નીતિના કારણે ગ્રાહકોને હજારો રૂપિયાનું નુકસાન, કોંગ્રેસ આવતા જ દર મહિને વિજ બિલ અપાશેઃ ડૉ. હિમાંશુ પટેલ
ભાજપ સરકાર દ્વારા વિજ ઉત્પાદન કરતાં સરકારી એકમો બંધ કરી દઈ માનીતા ઉદ્યોગપતિઓ પાસેથી ઊંચા ભાવે વિજળી ખરીદી પ્રજાને ખૂલ્લેઆમ લૂંટવામાં આવી રહી છે. ભાજપની સામાન્ય પ્રજા સાથે છેતરપીંડી કરતી આ નીતિ ઉપર આકરા પ્રહારો કરતા કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ભાજપ સરકાર દ્વારા વિજળીના બિલ દર મહિનાના બદલે બે મહિને વસુલ કરી ગ્રાહકો પાસેથી ઉંઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. તેમણે વિજળીના બિલ દર મહિને લેવામાં આવે તો નાગરિકોને દર મહિને હજ્જારો રૂપિયાનો લાભ થાય તેમ હોવાનું જણાવી આ બાબતે કોંગ્રેસ અમલ કરશે તેવી ખાતરી આપી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો