વર્તમાન કૃષિમંત્રી માજી કૃષિ મંત્રીને શા માટે બચાવી રહ્યા છે ?: કોંગ્રેસ

– મગફળી કૌભાંડમાં છ મહિના પછી પણ છાવરવાનો પ્રયાસ

– કૌભાંડીઓને કાયદાના દાયરામાં લાવવાને બદલે સરકાર વિરોધપક્ષને ધમકી આપવાનું બંધ કરે

ગુજરાતનાં મગફળીકાંડને લઈને શાસક ભાજપ તથા વિરોધપક્ષ હવે સામસામા આવી ગયા છે. નેતાઓ એકબીજાઓ પર આક્ષેપો કરી રહ્યા છે. કૃષિમંત્રીએ પરેશ ધાનાણી સામે કાયદાકીય પગલા લેવાની ચિમકી આપતા સ્થિતિ વધુ કફોડી બની છે. જેને લઈને વિરોધપક્ષના નેતા ધાનાણીએ પ્રશ્ન કર્યો છે કે, કાલાવડના હરીપરની સહકારી મંડળના કાંતીભાઈ ગઢીયા કૃષિમંત્રીનાં શું સગા થાય છે તેનો જવાબ આપે.

તેઓએ કહ્યું છે કે, કૌભાંડીઓને કાયદાનાં દાયરામાં લાવવાને બદલે સરકાર વિરોધપક્ષને ધમકી આપે છે. ટેકાનાં ભાવે મગફળી ખરીદવામાં કૌભાંડ થયાની ફરિયાદ કોંગ્રેસ ફેબુ્રઆરીથી કરી રહી છે. છ મહિના વિત્યા પછી પણ સરકાર આ ૪૦૦૦ કરોડનાં કૌભાંડીઓને છાવરવાનો પ્રયાસ કરી રહી છે તેમજ વર્તમાન કૃષિમંત્રી આર. સી. ફળદુ માજી કૃષિમંત્રી ચિમનભાઈ સાબરીયાને બચાવવા કેમ હવાતીયા મારી રહ્યા છે ?

https://www.gujaratsamachar.com/news/madhya-gujarat/why-is-the-current-agriculture-minister-saving-the-agriculture-minister-congress