વઢવાણ: ‘સત્તા પર આવીશું ‘તો’ ખેડૂતોને ફરિયાદનો મોકો નહીં અપાય’: વાઘેલા

– કોંગ્રેસ અગ્રણી શંકરસિંહ વાઘેલાની રામપરમાં સભા
– જરૂર પડે તલવાર કાઢવાની બાપુની ખુલ્લી ચેતવણી
– વિકાસનો ફુગ્ગો ફૂટ્યાનું કહી ભાજપને ચાબખા માર્યા
વઢવાણ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં જામ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભાનાં વિરોધપક્ષનાં નેતાએ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રચાર સભાઓ કરી હતી. જેમાં વઢવાણ તાલુકાના રામપરા ખાતે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ભાજપના વિકાસનો પ્રચારનો ફૂગ્ગો પાટીદાર અનામત આંદોલન અને કપાસના ભાવોએ ફોડી નાંખ્યો છે. ભાજપે ખેડૂતો પોક્ષણક્ષમ ભાવને અન્યાય કર્યો છે. પરંતુ કોંગ્રેસ સત્તા પર આવશે તો ખેડૂતોને કપાસ, વીજળી, પાણી સહિતની ફરિયાદોનો મોકો નહીં અપાય.
જિલ્લામાં તાલુકા પંચાયતો, નગરપાલિકા – જિલ્લા પંચાયત માટે 29 નવેમ્બરે મતદાન યોજાનાર છે. આથી ઝાલાવાડનાં ગામડાઓ અને શહેરોમાં ચૂંટણી પ્રચાર  ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લામાં ગુજરાત વિધાનસભાનાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસ અગ્રણી શંકરસિંહ વાઘેલાએ જાહેર સભાઓ યોજી હતી. જેમાં વઢવાણ તાલુકાના રામપરા સહિતનાં ગામોમાં ભવ્ય સ્વાગત કરાતા શંકરસિંહ વાઘેલાએ ભાજપના વિકાસના ફૂગ્ગો ફૂટી ગયો હોવાનુ કહી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતાં.

http://www.divyabhaskar.co.in/news/SAU-SUR-OMC-shankersinh-vaghela-in-wadhwan-latest-news-5178027-PHO.html