વડોદરા ખાતે હાઈપ્રોફાઈલ ઉદ્યોગપતિઓની દારૂની મહેફિલમાં રાત્રે ૨૫૦ થી વધુની પોલીસે કરેલી ધરપકડ : 23-12-2016

વડોદરા ખાતે હાઈપ્રોફાઈલ ઉદ્યોગપતિઓની દારૂની મહેફિલમાં રાત્રે ૨૫૦ થી વધુની પોલીસે કરેલી ધરપકડ અને સવારે વિશેષ સગવડો સાથે થયેલા જામીન દર્શાવે છે કે, ભાજપ સરકારમાં છેલ્લા ૨૦ વર્ષમાં અમીરો માટે એક કાયદો અને ગરીબો-સામાન્ય વર્ગ માટે બીજો કાયદો હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે ગાંધી-સરદારના ગુજરાતમાં ભાજપ સરકારની ઈચ્છાશક્તિના અભાવે, ભ્રષ્ટાચાર-હપ્તારાજના લીધે નશાબંધીના કાયદાનો અમલ ન થવાને લીધે દારૂની ઠેર ઠેર ચાલતી હાટડીઓથી ગુજરાતના લાખો યુવાનો નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે. જેના માટે ભાજપની ભ્રષ્ટાચારી અને હપ્તારાજ રીતરસમો જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના છેલ્લા ૨૦ વર્ષના શાસનમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર છે. ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈ સચિવાલય સુધીના હપ્તારાજના કારણે રોજબરોજ કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note