વડાપ્રધાનશ્રીની ગુજરાત મુલાકાત બાદની કોંગ્રેસ પક્ષની પ્રતિક્રિયા : 11-10-2022
- વડાપ્રધાનશ્રીની ગુજરાત મુલાકાત બાદની કોંગ્રેસ પક્ષની પ્રતિક્રિયા અને ભારતીય જનતા પક્ષને સવાલ : આલોક શર્મા
- વડાપ્રધાનશ્રીએ અમદાવાદમાં આવેલા સરદાર સ્મારકની મુલાકાત તેમના જીવનકાળમાં લીધી હોય તો જાહેર જીવન છોડી દઈશ : ડૉ. જીતુ પટેલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા શ્રી આલોક શર્માએ જણાવ્યું હતું કે, આપ જાણો છ જો કે આપણા દેશના પ્રધાનમંત્રી હાલમાં ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે હતા. તેઓને મારે પુછવુ છે કે, આપ દેશના પ્રધાનમંત્રી છો કે ભાજપના પ્રચારમંત્રી એ ગુજરાતની જનતા સમજી શકતી નથી. ગુજરાતની જનતા જાણે છે કે વારંવાર આપશ્રી એકવાર શરૂ થયેલા પ્રોજેક્ટને ફરીથી ઉદઘાટન કરી રહ્યાં છો. શું આ સારી વાત છે ?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો