વડાપ્રધાનની મુલાકાત સમયે : 15-12-2018
- ખેડૂતો અને નાગરીકો સિંચાઈ અને પીવાના પાણી માટે વલખાં મારે છે ત્યારે ભાજપના શાસકો સ્ટેચ્યુ ઓફ યુનીટીના વીયરમાં પાણીના કલર અને ગંધ બદલવા ૨૦ થી ૪૦ લાખ MAF પાણીનો વેડફાટ કરી રહ્યું છે. – અર્જુન મોઢવાડિયા
- રાજયની તિજોરીના ૫૫ હજાર કરોડ નર્મદા યોજનામાં ખર્ચાયા છે તે વડાપ્રધાનશ્રી અને ભાજપના આગેવાનોને નઝારો બતાવવા નહીં, પરંતુ પીવાના પણી અને સિંચાઈના પાણી માટે કરેલ છે. –કોંગ્રેસ.
- સરદાર સરોવર ડેમમાં ગુજરાત માટે ચાલુ વર્ષે ૪.૭૧ MAF પાણી ઉપલબ્ધ છે. આ પાણીનો ઉપયોગ અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી અને સિંચાઈ માટે કરો. – અર્જુન મોઢવાડિયા
- ભારતીય જનતા પાર્ટી નર્મદાના પાણીનો શહેનશાહી માનસીકતાથી ઉપયોગ કરે છે. ૨૦૦૯માં સાબરમતી નદીમાં દિવડા પ્રગટાવવા, ઉનાળામાં જુન-૨૦૧૭માં સૌની યોજનાના ઉદ્ધાટનમાં, સપ્ટેમ્બર-૨૦૧૭માં સરદાર સરોવરના ઉદ્ધાટનમાં, ડિસેમ્બર-૨૦૧૭માં વડાપ્રધાનનું સી પ્લેન સાબરમતીમાં લેન્ડ કરાવવા તથા ઓકટોબર-૨૦૧૮માં સ્ટેચ્યુ ઓફ યુનીટીના ઉદ્ધાટન વખતે વીયર ભરવામાં સરદાર સરોવર ડેમના પાણીનો ઉપયોગ માત્ર નઝારો ઉભો કરવામાં કરાયો હતો !
- ભાજપ શહેનશાહી માનસિકતા છોડે, નર્મદા ડેમનું પાણીનો પીવા-સિંચાઈમાં વાપરવાને બદલે ભોગી માનસીકતા સંતોષવા કરવા બદલ મુખ્યમંત્રીશ્રી અને ભાજપ માફી માંગે – અર્જુન મોઢવાડિયા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો